જીવવું છે તો જોયાં કરો – જતું કરો
જે ઉંધુ જ છે ને એને તમે ચતું કરો
જીવવું છે તો જોયાં કરો – જતું કરો
લોકપ્રિય થવું કે પ્રભુપ્રિય નક્કી કરી લ્યો
વ્યવહારિકતાનું ના કદીય તમે મતું કરો
એ તો પ્રથમ જ શરત છે ને સુધારાની
જે છે,જેવું છે ને જેમ છે તેમ છતું કરો
બાદબાકી તો કરે જ છે આ જગમાં સૌ
તમે ૧ ને ૧ એટલે ૧૧ એ વાળું વતું કરો
સોંપી દયો પ્રભુને તો બાજી થશે એની
અસ્તિત્વ નિમિતે જ જીવનનું પતું ધરો
સૂચનની લવારી કરવામાં જ મસ્ત છે સૌ
અમલ જ કરો તમે ને જે કંઈ ઘટતું કરો
– મિત્તલ ખેતાણી
Leave a Reply