મનને હું હાથમાં જ રાખું છું
મનને હું હાથમાં જ રાખું છું !
એ જ એનો ઈલાજ રાખું છું !
આ સહજ થઈ જવાનો રસ્તો છે ,
આજ માં ખાલી આજ રાખું છું !
નોખી રીતે તરસને પોંખી છે ,
હું અષાઢી મિજાજ રાખું છું !
સાંભળ્યું મૌનને તો લાગ્યું કે –
હું યે મારો અવાજ રાખું છું !
થાય છે ત્યાં સવારનો મહિમા ,
જ્યાં વધાવીને સાંજ રાખું છું !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply