હક્ક પ્રત્યે તર્પણ ને જવાબદારી માટે માલિકી આપજે
હક્ક પ્રત્યે તર્પણ ને જવાબદારી માટે માલિકી આપજે
હાસ્ય પાછળનું  આંસુ ભીંજવે ને એ બારિકી આપજે
ચર્મ ચક્ષુ તો  થાપ ખાય જાય છે ઓળખવામાં બહુધા
પરમ સત્ય ને જ પારખી શકું એ પ્રજ્ઞાની કીકી આપજે
દરિયામાં ન નાંખી શકું ને મોહ રહે ભલે ને નામ-કામનો
કરી હોય ને  તેટલી જ બતાવું  એવી મને નેકી આપજે
નીકળી પડેલાં સમાજસુધારકોને જ છે સુધારની જરૂર
જાત ને જાતે  જ સુધારતાં  સ્વ વિવેકની  રેકી આપજે
પળે પળે પ્રગટું, પ્રસરી શકું અન્યનાં આંસુને લૂંછવામાં
જાતની પીડા ધરબવા જીવનનાં વાહનમાં ડેકી આપજે
– મિત્તલ ખેતાણી





Leave a Reply