‘થાય એટલું કરીએ’ નહીં ‘કરીએ એટલું થાય’
માત્ર વાતોથી જ તો શૅકેલો પાપડ પણ ન ભંગાય
વિચારો જ કર્યા કરવાથી તો માત્ર વિચાર જ થાય
અતિક્રમો અસંભવને ય નિશ્વાર્થ,પ્રચંડ પુરુષાર્થથી
‘થાય એટલું કરીએ’ નહીં ‘કરીએ એટલું થાય’
હાથ અને હૈયું બેઉંને તબીયતથી ફેલાવી તો જુઓ
દુનિયા પછી જુઓને કેવી તમારાં ખોબામાં સમાય
અબજો આવ્યાં ને અબજો ગયાં સ્વાર્થ સાધનામાં
જે ભૂલી ગયાં ઘર સંસાર,ઇતિહાસ તો તેનાં ગવાય
ફક્ત ગંગાજળ અંતિમે પી જવાથી નહીં મળે મોક્ષ
ગંગા સ્વયં સ્નાન કરાવે જે પરસેવામાં પરસેવે ન્હાય
– મિત્તલ ખેતાણી
Leave a Reply