શુપર્ણખાઓનું તો ક્યાં કદી અપહરણ થાય છે
પોતાનાં માટે જ જીવે જે તેનું જ મરણ થાય છે
અન્યો માટે જીવે ને જે તેનું જ સ્મરણ થાય છે
પતિવ્રતાઓને જ દરકાર હોય છે લક્ષ્મણરેખાની
શુપર્ણખાઓનું તો ક્યાં કદી અપહરણ થાય છે
સત્યમતિનું નહીં બહુમતિનું રાજ ચાલે છે અહીં
ઠોકશાહીમાં અભણ, અપરાધીનું વરણ થાય છે
એ દૈવી છે કે આસુરી છે એ કોઈ જોતું જ નથી
સતા,સંપત્તિ,શક્તિને જ જગતમાં નમન થાય છે
અનોખું ગણિત છે કર્મસતાનાં આ ભવસાગરનું
ડૂબે અને શ્રધ્ધાથી ડૂબી શકે એનું તરણ થાય છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply