તાંદુલની સામે આ ઉપહાર કેમ?
સુદામા સમો વ્યવહાર કેમ?
કૃષ્ણ! તને મળવામાં પહેરેદાર કેમ?
મારે ક્યાં વેચવી જ છે દોસ્તી,
તાંદુલની સામે આ ઉપહાર કેમ?
છે સૂર્ય જેવો સૂર્ય સામે તોય,
હ્રીદયે ઘનઘોર અંધકાર કેમ?
મિત્રો તો છટક્યા ગ્રહણે તરત જ,
દુશ્મનની ડેલીએ રૂડો આવકાર કેમ?
દિલ તોડશે ને રમશે લટકાંમાં કે શું?,
જોડનારના હાથમાં આ ઓજાર કેમ?
એ હવે ઠેઠ ચૂમી લાગે છે અશ્રુ સાથે,
કબરે કૂંપણનો આ અણસાર કેમ?
– મિત્તલ ખેતાણી
Leave a Reply