શરીર જેવું શરીર પણ જુઓ ને ક્યાં આપણું હોય છે
શરીર જેવું શરીર પણ જુઓ ને ક્યાં આપણું હોય છે
પળેપળે ઘટતું આયુષ્ય ને અધૂરપનું જ તાપણું હોય છે
‘ભાવ’ નું નહીં ભાવનું જ મહત્વ હોય છે માયાપતિને તો
તુલસી પાસે છપ્પનભોગનું ઐશ્વર્ય પણ વામણું હોય છે
રોજેરોજ નવી પીડાઓની પ્રસૂતિ કરાવતું રહે છે ભાગ્ય
સુખ માટે કસુવાવડીયું જીવન આજીવન ગાભણું હોય છે
પારકા જ ટાણે ઊભા રહે છે કટાણું જીવનમાં આવે ત્યારે
આપણાં માનીએને જેને તેનાંમાં ક્યાં આપણાંપણું હોય છે
રક્તચાપ,હૃદયરોગ,રાગદ્વેષીયાં મહારોગો એને નથી હોતાં
થોડું હોય ને જેની પાસે વાસ્તવમાં તેની પાસે ઘણું હોય છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply