સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે
સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે… જો.
અને, માંગ્યા વગર પીડા બધી આવી મળે છે… જો.
કદી વાસંતી સપનાં આંખમાં રોપ્યા હતાં એથી ,
હવે તો પાનખર પણ, થઈ ગુલાબી ને ફળે છે… જો.
હથેળી બંધ છે ને, કાલ પણ એમાં સલામત છે ,
છતાંયે બીક રાખી, આજ કેવી સળવળે છે… જો.
છલોછલ બારમાસી લાગણી કેરા સરોવરમાં ,
અધૂરી ઝંખના, ટોળે વળીને ટળવળે છે… જો.
સમય, સંજોગને ગ્રહોતણાં. માંડીને વરતારા ,
તું મનગમતી કરીને વાત, ખુદને પણ છળે છે… જો.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply