શીખવાડવા એ જ મથે છે જેને કંઇ આવડતું નથી
આપવાની વૃત્તિવાળાનું તો કદી કંઇ જ જતું નથી
શીખવાડવા એ જ મથે છે જેને કંઇ આવડતું નથી
હસશે,ફેંકશે ને એવું કૈક થવાનું જ છે વ્યવહારમાં
જગતમાં જોકરથી મોટું તો કોઈ પણ પતું નથી
પાપી નહીં તો પુણ્યનાં અહંકારનો હશે જ વ્યસની
એવો કોઈ પાક્યો જ નથી જેને કોઈ જ લતું નથી
એ ખોટી કથા છે કે ભગવાંથી જ મળે છે ભગવાન
ધર્મક્ષેત્રે તો ગૃહસ્થી ધર્મથી મોટાં કોઈ મહેનતુ નથી
પ્રેમનાં એઠાં તાંદુલ,ભાજી,બોર ખાવા ઝુરે છે ઈશ્વર
છપ્પનભોગ કે વિલાસમાં તો ક્યાંય પ્રભુનું મતું નથી
– મિત્તલ ખેતાણી
Leave a Reply