સૌથી મોટી કીક એ તો આત્માની કીક છે
કોઈને ક્યાં હવે જરીકે ય ઈશ્વરની બીક છે
કોલરેકોર્ડિંગ,સીસીટીવીમાં નથી તો ઠીક છે
પદ,પ્રેમ, પ્રતિષ્ઠા, પૈસો જ ફૂલપ્રૂફ કરવામાં
સત્ય,પ્રેમ ને કરુણા તો જુઓ એ લીક છે
એ મેપ બને ને તો પરમાત્મા થશે જ સારથી
સૌથી મોટી કીક એ તો આત્માની કીક છે
પોતાને પોતે જ મારેલ તાળાની ચાવી છે ગુમ
હાથવગી તો રાગ,દ્વેષ ને મોહની જ ટ્રીક છે
જટાયુ,દધિચી ને અભિમન્યુ છે ઉદાહરણો
ન ઝલાય જે એ જ તો ઝીલવા જેવી ઝીક છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply