રાજસતા ચૂકી છે રાજધર્મ, ધર્મસતા પણ વિમાનમાં ફરે છે
હીરા જેવાં હીરા પણ જુઓને હવે પ્રયોગશાળામાં જન્મે છે
ચમચાંઓ ને તકવાદીઓને જ આ જગત ભાઈબંધ ગણે છે
આધુનિકતાનો ચેપ લાગી ગયો મમતાની પવિત્ર પીડાને પણ
માતાઓ પણ હવે ક્યાં કુદરતી સુવાવડનો ભાર ખમે છે
છેડાઓ ભેગાં થાય ને એ પૂર્વે જ થઈ જાય છે છૂટાછેડા
કારણ કે શારીરિક આકર્ષણને જ ગામ આખુ પ્રેમ ગણે છે
ઝોમેટો,સ્વિગીનાં રસોયાંયુગે તેથી વઘ્યા વૃદ્ધાશ્રમ,બાલાશ્રમ
બહેન,દીકરી,માતા પણ હવે ક્યાં સ્વજન માટે રોટલી વણે છે
આત્મહત્યા,હતાશા,દુરાચાર, વેર,યુદ્ધથી ખદબદતાં જગમાં
રાજસતા ચૂકી છે રાજધર્મ,ધર્મસતા પણ વિમાનમાં ફરે છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply