ટીકા કરતાં ય માનવીને ખોટાં વખાણ દઝાડે છે
મંઝિલ તરફ ધસમસતાં એ વહાણ ડૂબાડે છે
ટીકા કરતાં ય માનવીને ખોટાં વખાણ દઝાડે છે
ધ્યેય જ સાવ નાનું રાખીને મેળવી લ્યે છે ગંદર્ભો
સ્વરથનાં રસ્તે એ સ્વહાથે જ ચટ્ટાન મુકાવે છે
હરખાં તો હરખાઇ જાય છે સરખાંઓને જોઇને
ન હોય ને જે સરખો તેને પણ તે ધરાર બનાવે છે
સ્વપ્નદૃષ્ટાને તો જાહેરમાં જ ફાંસી આપીને જગ
ક્રાંતિકારીને તેનાં ઘરમાં જગ સાભાર લટકાવે છે
એકવીસમી પણ છે ને ‘એક વસમી’ સદી પણ
ભવિષ્યમાં પુજાશે ને જે તેને વર્તમાન ચૂકાવે છે
માનવીની દેવત્વયાત્રા રોકે છે માયા માયાપતિની
ચામડીનાં પ્રથમ પડ થકી માયા સંસાર સર્જાવે છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply