વાત બે-ત્રણ ખાસ હોય.
વાત બે-ત્રણ ખાસ હોય.
ખાસમાં પણ ખાસ હોય.
જળ-કમળવત થઈ જવાય,
એનું કારણ ખાસ હોય.
ક્યાંક પથ્થર, ક્યાંક ફૂલ,
ક્યાંક રજકણ ખાસ હોય.
રંગ રાખે રંગ જ્યાં,
એ જ ફાગણ ખાસ હોય.
શૂન્ય ના રહે શૂન્ય સાવ,
એ ગઝલ ક્ષણ ખાસ હોય.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply