ભક્ત પાસે તો ખુદ ભગવાનને પણ ગરજાવાનું હોય છે
જે ન સમજે તેને જ તો દુનિયામાં સમજાવાનું હોય છે
અમર થવું છે ને? તો જીવતાં જીવ મરી જવાનું હોય છે
બાણશૈય્યાથી તો સારી પ્રતિજ્ઞા તોડીને મળતી વેણશૈયા
શિખંડીઓનાં આ યુગમાં ભીષ્મને સંતાવાંનું હોય છે
સત્કર્મનું તોફાન પેદા કરી દયો ને,શોધશે તમને ધર્મપતિ
ભક્ત પાસે તો ખુદ ભગવાનને પણ ગરજાવાનું હોય છે
નાકવાળી શુપર્ણખાઓ જ પ્રસરી છે લગભગ જબાનોમાં
શરમ હોય ને જેને તેને જ તો શરમાઇને મરવાનું હોય છે
કાંટાઓ તો કરી જ લ્યે છેને પોતપોતાનો રસ્તો દમદાટીથી
સુગંધ અને પુષ્પનાં નસીબમાં જ તો કરમાવાનું હોય છે
-મિત્તલ ખેતાણી
Leave a Reply