કન્યાનાં આત્માને પિયરનું જ વળગણ છે
ના હવે સીતાને આ ભૂમિમાં અન્નજળ છે
છે તો બસ માત્ર અને માત્ર મૃગજળ છે
જે દયે છે અગ્નિની પરીક્ષા ય સહજતાથી
તેનો જ ધરામાં સમાવેશ સફળ સુફળ છે
સૌ રોકતાં હોય ત્યારે જ સ્થાન સોંપી દેવું
કાઢે તેની રાહ ન જોવામાં શાણપણ છે
કડવો માણસ ને કડવી દવા જ હોય શ્રેષ્ઠ
ઝેરથી પણ ઝેરીલું તો આ ગળપણ છે
પાંખ ન હોય તો પણ ઉડે જ છે ને સ્વપ્ન
ઉગવું જ હોય તેને ક્યાં કૈં બંઝર છે
છોને આપી વિદાય પિતા જેવાં પિતાએ
કન્યાનાં આત્માને પિયરનું જ વળગણ છે
-મિત્તલ ખેતાણી
Leave a Reply