રાજસતા ને ધર્મસતા પણ ક્યાં ખરાં અર્થમાં સતા હોય છે
એક કરવાં મથે જે સૌને તેનાં ભાગ્યમાં એકલતા હોય છે
વિષમ થઈ શકે વ્યવહારથી તેનાં ભાગ્યમાં સમતા હોય છે
ઘરમાં પણ જે મહોદયને સાંભળનાર કોઈ જ ના હોય ને
આવાં જ તો માટે ભાગે સમારંભોમાં પ્રખર વક્તા હોય છે
અહીંનું અહીં જ છે,આ જન્મમાં છે એ સાવ ખોટી કથા છે
દુર્જનને આ જન્મમાં મોજ,સજ્જનને વિધિવક્રતા હોય છે
વારાંગની ચારિત્ર્યને મળે છે રોજ બદલતો પરોવવાનો હાથ
પતિવ્રતા જ આ કળિયુગમાં મોટે ભાગે ત્યક્તા હોય છે
કર્તવ્યપાલન માટે નહીં પણ પદ બન્યું બેઈમાનીનો પરવાનો
રાજસતા ને ધર્મસતા ક્યાં ખરાં અર્થમાં પ્રજાસતા હોય છે
-મિત્તલ ખેતાણી
Leave a Reply