હા મા હું ય જો હા પાડીશ તો ના કોણ પાડશે
હા મા હું ય જો હા પાડીશ તો ના કોણ પાડશે
છે કૂવા જેવાં જ ટૂંકા સાવ પનાં,કોણ બરાડશે
લોકપ્રિયતાની જ હરીફાઈ જીતવી છે સૌને તો
પ્રભુપ્રિય સીવાય તો આ વ્હાણા કોણ ઉગારશે
છપ્પનભોગીયાં આ યુગથી અંજાઇ ગયાં છે સૌ
તાંદુલ,ભાજી ને બોરનાં ભાણા કોણ ખવડાવશે
એકથી કશુંય ન થાય એ સાવ ખોટી જ કથા છે
જટાયુ પડકારે જો તો દશ માથા કોણ બચાવશે
સેના સમસ્ત જોઈએ કે શસ્ત્રહિન સારથી બોલો?
મીરાત્વ જો મંઝિલ બને તો રાણા કોણ સંભારશે
-મિત્તલ ખેતાણી
Leave a Reply