સંવાદ જો એ સાધે તો બાંધછોડ કરજો
સંવાદ જો એ સાધે તો બાંધછોડ કરજો.
મન,કાંચળી ઉતારે તો બાંધછોડ કરજો.
એવું કદાચ બનશે કે સ્થિર થઈ ને મન પણ,
પલ્લું જરા નમાવે તો બાંધછોડ કરજો.
મતભેદ તો સહજ છે એ વાતે રાજી થઈ ને,
મનમાં ન ભેદ રાખે તો બાંધછોડ કરજો.
હા, શક્ય છે કે અંતર થોડુંક જાળવી ને,
મન,હું પણું ય નાથે તો બાંધછોડ કરજો.
મન બદલે રૂપ,રંગો ને ધ્યાન સૌ નું ખેંચે,
પોતીકું તો ય લાગે તો બાંધછોડ કરજો.
ખોટી-ખરી કળાઓ વધઘટ કરી સમયનું,
જો, ઋણ મન ચૂકાવે તો બાંધછોડ કરજો.
કોઈનું થઈ ને મન તો ખુદ ની જ સાથે રહેશે,
ઓછું એ વાતે આવે તો બાંધછોડ કરજો.
~ લક્ષ્મી ડોબરિયા
( શબ્દસર – ડિસેમ્બર : ૧૭
Leave a Reply