કમળપુજાનું પુષ્પ બનવાનું છે
ધારાથી વિપરીત થઇ વહેવાનું છે
અશક્ય આ ચઢાણ ચઢવાનું છે
કરવું છે ને મહાન સ્વપ્નને સાકાર?
તો કમળપુજાનું પુષ્પ બનવાનું છે
દોસ્તો,દુશ્મનો ને સૌ ફાટશે આડા
ઘર બાળી તમારે તિરથ કરવાનું છે
જીવલેણ એકલતાનો છે અગ્નિપથ
ઈચ્છો તો ય ક્યાં પાછું ફરવાનું છે
કંઠ તો ઠીક આત્મા પણ થશે નીલ
હળાહળ ગળવાનું ને ચગળવાનું છે
ના જીવી શકો કે ના મળે મૃત્યુ પણ
સત્ય,ધર્મને બાણશૈયાએ સુવાનું છે
હાથવગાં રાજમાર્ગને સાવ તરછોડી
ભોમિયા વિના જ કેડી કંડારવાનું છે
-મિત્તલ ખેતાણી
Leave a Reply