બદનામી પણ ક્યાં મફતમાં મળે છે
હવે તરત ક્યાં તરતમાં મળે છે
કૃષ્ણ સુદામાને ક્યાં ‘વખત’માં મળે છે
જબાનની કિંમત હોય પ્રાણ સાટે પણ
વચનબધ્ધતા ક્યાં શરતમાં મળે છે
બની જાય છે ખુદ જ મંથરા ગાદી માટે
લાલચ કળિયુગનાં ભરતમાં મળે છે
પુણ્યલક્ષ્મી જ વધતી હોય છે વાસ્તવમાં
નફો સાચો તો માત્ર બરકતમાં મળે છે
બંનેને છે પહેલેથી જ તેરમો ચંદ્રમા
વફાદારી હજુય ક્યાં તખ્તમાં મળે છે
કમાવું જ પડે છે નામ એની પહેલાં
બદનામી પણ ક્યાં મફતમાં મળે છે
– મિત્તલ ખેતાણી





Leave a Reply