લક્ષ્મી ડોબરિયા સાથે / एक जुगलबंदी (‘गज़लबंदी’)
એક અમથી વાત પર, . . . . इक ज़रा-सी बात पर,
જાય છે સૌ જાત પર. !. . . . आ गए औकात पर !
રહે અધૂરું સ્વપ્ન તો, . . . . . टूट जाए ख्व़ाब तो,
વાંક આવે રાત પર. . . . . . . दोष सारा रात पर ?
આ સમય લીલા કરે, . . . . . यह समय लीला करे,
ઘાત-પ્રત્યાઘાત પર. . . . . . घात-प्रत्याधात पर.
જીતની સંભાવના. . . . . . . . जीत की संभावना,
હોય છે સૌ માત પર. . . . . . दूसरों की मात पर.
અંત હળવો થઇ જશે, . . . . . अंत आसाँ हो अगर,
ભાર દે શરૂવાત પર. . . . . . . ज़ोर दे शरुवात पर.
બોલવા દે મૌનને. . . . . . . . . बोलने दे मौन को,
ભીતરી જજબાત પર. . . . . . भीतरी जज़बात पर.
~ લક્ષ્મી ડોબરિયા (भाषांतरण — कुमार जिनेश शाह)
Leave a Reply