માનવ થવામાં હરીફાઈ નથી,એમાં બહુ સ્કોપ છે
જે હોય ને હિટ પ્રભુ પાસે તે વિશ્વમાં ફ્લોપ છે
માનવ થવામાં હરીફાઈ નથી,એમાં બહુ સ્કોપ છે
દર્ભથી ય ડરતો દશાસન ને રાખીથી મૂંઝાતો ઈશ
હવે ક્યાં છે એવું સત ને ક્યાં એવો પુણ્યપ્રકોપ છે
જશોદાને સમજે છે માતા વિશ્વ,નહીં કે દેવકીને
પાલનહારની ય પાલક હવે ક્યાં એવી કોખ છે
‘જે નથી’ એ જ દેખાડવા મથે છે સૌ ડાયરેક્ટરો
‘જે છે’ એનાં ભાગ્યે તો બસ એડિટિંગ્યું ક્રોપ છે
પુણ્ય તો ધોવાઈ જાય છે રાગ,મોહ,કામ,ક્રોધથી
પાપ ધોવાં કળિયુગે હાથવગો પાખંડનો સોપ છે
– મિત્તલ ખેતાણી





Leave a Reply