સમજાવે બધાં એને જ જે સમજતો હોય છે
ગમતો હોય ને જે તે ક્યારેક ન ગમતો હોય છે
મગજ તો વારે ને તહેવારે ભમતો હોય છે
હંગામી જ કાયમી હોય છે ને આ બ્રહ્માંડમાં
સૂર્ય જેમ ઊગે ને એમ જ આથમતો હોય છે
મુહુર્ત આવે ને ત્યારે મુહુર્ત જોવાં ન જ બેસતાં
અવસર પારો છે ને હાથમાંથી છટકતો હોય છે
નથી સમજતો એને તો ક્યાં કોઈ સમજાવે છે
સમજાવે બધાં એને જ જે સમજતો હોય છે
સૌ શોધે છે અસ્તિત્વને મંદિર,મસ્જિદ,ચર્ચમાં
વસે એ હૃદયે ને ત્યાં ક્યાં કોઈ શોધતો હોય છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply