સહદેવને તો વરદાનનો શ્રાપ લઈને જીવવાનું છે
સેવેલાં સપનાઓની લાશ લઈને જીવવાનું છે
છતાં પણ આંખોમાં તો આશ થઈને જીવવાનું છે
જે છીએ ને એવાં દેખાઈએ તો સર્જાય પ્રલય જ
સૌએ પોતપોતાનાં મ્હોરાં ખાસ થઈને જીવવાનું છે
ભવિષ્યમાં કૈ હોય નહીં ને ભવિષ્ય જેવું તો પણ
સહદેવને તો વરદાનનો શ્રાપ લઈને જીવવાનું છે
પૂર્ણ કરવાં ઈચ્છે ને જે યાવત ચંદ્ર દિવાકર કર્તવ્ય
સ્વઅસ્તિત્વનો તેણે તો નાશ થઈને જીવવાનું છે
જનહિતનું સુગંધી કલ્પવૃક્ષ તો સાર્વજનિક જ રહે
કુંડાનાં ભાગ્યમાં પુષ્પની વાસ થઇને જીવવાનું છે
– મિત્તલ ખેતાણી





Leave a Reply