મર્યા પછી શું મોક્ષ જેવી ખરે કોઈ બાબત હશે?
અસ્તિત્વની જ જે વધુમાં વધુ નિકટ હશે
પછી તો તેને ના કોઈની પણ ક્યાં નિસ્બત હશે
પીડાય છે ને જે જીવલેણ અને મુંગા મુંઢ મારથી
ચકાસજોને,પ્રહાર કરનાર જરૂર તેની નિકટ હશે
બાળકનાં ફોનમાંથી પ્રભુને કોલ કરી પૂછી લેવું છે
મર્યા પછી શું મોક્ષ જેવી ખરે કોઈ બાબત હશે?
પૂર્વજન્મનાં પાપપુણ્ય ને એ બધી ખોટી કથા છે
જો હોયને કર્મ પાસે સતા તો હિસાબ તરત હશે
જરૂર પડયે જરૂરની જ રહે છે જરૂરિયાત અહીં
સ્વાર્થનાં માપદંડે જ સૌ સહી હશે કે ગલત હશે
– મિત્તલ ખેતાણી
Leave a Reply