બસ,હવે તો બધુંય ભગવાન ભરોસે છોડ્યું છે
થોડુંક ખુશીથી અને થોડુંક તો રોષે છોડ્યું છે
બસ,હવે તો બધુંય ભગવાન ભરોસે છોડ્યું છે
મનોબળને જેટલું નિર્માલ્યતાએ તોડ્યું છે ને
તેથી પણ વધુ મનોબળ તો જોષે તોડ્યું છે
પરમાર્થ મરી ગયો ને તોય ના સર્જાયું સંગઠન
તેને વ્યસન,અનીતિ,વ્યભિચાર દોષે જોડ્યું છે
તેજને વહેચજો ખુદનાં પ્રાણતેજનાં ભોગે પણ
સૂરજ ડૂબે ને તોય,ત્યારેય તેની હોંશે કોડિયું છે
અસ્તિત્વને જશોદા જ બાંધી શકે સંસ્કારદોરીએ
ઈશનું ય એટલે જ તો તેની પાલકકોખે ઘોડિયું છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply