ઉપર તો તાંદુલ,ભાજી,બોરનાં જ દામ જીવે છે
જીવતાં જીવ તો જે સાવ ગુમનામ જીવે છે
કર્તવ્ય પછી જ તો એનું અમર નામ જીવે છે
કોણ ગુલામ,કોણ બાદશાહ ક્યાં છે કોઈ ફરક
બ્રમ્હાંડમાં તો માત્ર ને માત્ર સદ્કામ જીવે છે
પૂંછડી પણ સળગાવી શકે છે લંકા રાવણની
જેનાં મનમંદિરમાં બસ સીયાવર રામ જીવે છે
ગમતાંનો કરી શકે ને જે ગુલાલ અસ્તિત્વમાં
તેનાં જ તો આશયો,આયોજનો તમામ જીવે છે
મર્યા પછી રૂપિયો, ડોલર,પાઉન્ડ કૈ નહીં ચાલે
ઉપર તો તાંદુલ,ભાજી,બોરનાં જ દામ જીવે છે
પત્ની અપ્સરા,મા અન્નપુર્ણા,દીકરી વહુ છે લક્ષ્મી
સમજી જાય તેને તો અહીં જ સ્વર્ગધામ જીવે છે
– મિત્તલ ખેતાણી





Leave a Reply