પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે
એટલે તો અસ્તિત્વને ય હવે ફિકર થાય છે
પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે
દૂર છે ને એ તો દૂરથી જ કરી શકે છે ખતા
દગાઓનું પગેરું તો સદાય નિકટ થાય છે
ધર્મની ગેરસમજ પણ ચકચૂર કરતું હોય છે
નશાનો સમાનાર્થી સદા ક્યાં લિકર થાય છે
અસત્યનાં પરિધાન ને શણગાર છે નિત્યનવાં
દિગંબર સત્ય તો રોજ ઠેરઠેર ઠોકર ખાય છે
સગવડિયો રાજમાર્ગ કે અગવડની શુભ કેડી
મન અને હૃદયની તો રોજેરોજ ટક્કર થાય છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply