હા નહી. . તો ના ફળે
હા નહી. . તો ના ફળે !
જાગવાની તક જડે !
વાત ઊંચાઈની છોડ,
ડાળ ઝૂકે ને ફળે. . !
જો દીવાલો હોય તો,
છાપરું યે સાંપડે. . !
પ્યાસ જીવી જાય તો –
વીરડા રણમાં મળે !
સાદ હો કે ચીસ હો. .
દાદ માટે તરફડે.
પ્રશ્નથી પગભર થઈ,
લાગણી પણ ઝળહળે !
આ ગઝલની હૂંફ થી,
દર્દ, પીડા પરવડે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply