એક અને એકનો સરવાળો પ્રેમમાં એક થાય છે
હાથમાં હાથ જયારે અનંત સુધી પેક થાય છે
એક અને એકનો સરવાળો પ્રેમમાં એક થાય છે
પ્રેમ તો ક્યાંય પર છે તન,મન,ધન,વચન,ધર્મ કે કર્મથી
પામર થી લઇ પરમપ્રૂફ પણ અહીંયા તો હેક થાય છે
ઓળખ ઓગાળવાનો ઉત્સવ પ્રેમ ને સૃષ્ટિચાલક પણ
જોડાય છે પ્રેમમાં એ જ કે જે ઊભયમાં બ્રેક થાય છે
જીવાણુ,કીટાણુ,અણુ હોય કે પછી હોય ભલે પરમાણુ
બ્રમ્હાડની આ જ ભાષા જેનો અર્થ સૌ થી ટ્રેક થાય છે
પ્રેમથી જ પ્રગટ થાય,પ્રગટ થવું પડે ઈશને ખુલ્લાં પગેય
દોડે પ્રભુ જ્યારે રાધા,શબરી,સુદામાની આહલેક થાય છે
સહાનુભૂતિથી સમાનુભૂતિ સુધીની આ અનંત મુક્તિયાત્રા
બારાખડીથી મુક્ત થાય એ જ જે અઢી અક્ષરે પેક થાય છે
– મિત્તલ ખેતાણી





Leave a Reply