પાલન કરાવનારા પાલનનું ના પાલન કરતાં હોય છે
જે પોતે જ પોતાની જાતને લાયન કહેતાં હોય છે
મુશ્કેલીમાં બહુધા તે જ તો પલાયન કરતાં હોય છે
નિયમો બનાવનારાં બનાવે છે નિયમ બીજાં માટે જ
પાલન કરાવનારા પાલનનું ના પાલન કરતાં હોય છે
શાસ્ત્રાર્થ એનાં જ સ્વીકારાય છે ને સંભળાય છે
બાંસુરી સાથે જે બ્રમ્હાસ્ત્ર ધારણ કરતાં હોય છે
જેને નિવારણ કરવું છે એ તો કરી જ લ્યે છે સદા
તારણ વાળા જ ન કરવાનાં કારણ ધરતાં હોય છે
સપનાંઓની ભાગીરથી તો ક્ષિતિજે મળી જ જાય
બેઠાં રહેનારાંઓનાં ભાગ્યમાં જ રણ વહેતાં હોય છે
– મિત્તલ ખેતાણી





Leave a Reply