વાહ વાહ કરશે તો કિંમત થઇ જશે,
આંગળી ચીંધી તો નફરત થઇ જશે.
ચાર માણસની અદાલત થઇ જશે.
પ્રશ્ન કર હમણાં જ સવલત થઇ જશે,
ખૂબ ઉજળા વસ્ત્ર ધારણ કર પછી,
શહેરમાં બેદાગ શોહરત થઇ જશે.
જો નવા થઇને અમે મળશું નહિં,
તો પછી મોંઘી મહોબ્બત થઇ જશે.
એટલું ચાહો ન ડૂબીને મને,
નહિંતર એક મોટી જરૂરત થઇ જશે.
સત્યનો સ્વિકાર કર કર્મો થકી.
દઇને ‘તક’ નારાજ કુદરત થઇ જશે.
માનવું ગાલો ગુલાબી થઇ જશે.
એક ઉત્તરની ઈજાઝત થઇ જશે.
પ્રેમમાં અવકાશ ક્યાં છે પ્રશ્નનો,
રંગ બદલશો તો બગાવત થઇ જશે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply