ડાધો પડે, મેં એ રીતે નફરત કરી નથી,
સોબત ખરાબ પામવા મહેનત કરી નથી.
પાકી ઈમારતો શા છે ,સંબંધ સૌની સાથ,
કહે’તો ફરું છું, ક્યારે મહોબ્બત કરી નથી.
કૈં’ આગિયા શી અપ્સરા હિંમત કરી મળે,
કિંતુ મેં એવી એકઠી હિંમત કરી નથી.
સંબંધ,પ્રણય,સુવાસ,ને આરસનો આ કુટુંબ,
જીવન સફરમાં એ સિવા મિલ્કત કરી નથી.
જે પણ દુકાને વાટકી વ્યવહાર હોય ત્યાં,
મળ્યો નથી કે એમની સંગત કરી નથી.
કાગળનો પૂષ્પ થઇ ને કદી શોભતો નથી,
જુઠ્ઠા-શરીફ લોકમાં ઈઝઝત કરી નથી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply