ગઝલ…ન થઇ.
એક પણ આ શહેરમાં ઘટના ન થઇ,
આપણે માણસ છીએ, ચર્ચા ન થઇ.
લિંગ મૂજબ વાઘા નથી રહ્યા હવે,
કોણ છે ? આ ડ્રેસમાં શ્રદ્ધા ન થઇ.
એ ગુનાહનું લાઈસન્સ પૈસો હતો,
કાયદો ઢીલો થતાં શિક્ષા ન થઇ.
પાછા ફરવું પ્રેમને અઘરૂં થશે,
દોસ્તને મળવું હતું ઈચ્છા ન થઇ.
ગામમાં એવાય ભિક્ષુક છે હજી,
રંગબેરંગી મોજથી , માયા ન થઇ.
આ જગા કેવી છે તારા શહેરમાં!
જ્યાં પ્રભુના મ્હેરની વર્ષા ન થઇ.
એ ભલે વિશ્વાસ તો આપી ગયો,
પણ જીગરને સ્હેજ પણ આશા ન થઇ.
‘મા’ના આશિર્વાદનું વાદળ હતું,
જ્યાં ગયો ત્યાં કોઈપણ દ્વિધા ન થઇ.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply