મારો છે…ગઝલ
તારા ભીતર મિજાજ મારો છે,
સંસદોમાં અવાજ મારો છે.
એક મહોબ્બતની હોસ્પિટલમાં,
એ જ જગ્યા ઈલાજ મારો છે.
મારી બુદ્ધિ વિચાર સૌ મારા,
વિશ્વ પર એમ રાજ મારો છે.
હું છું ભારત ને મારા મસ્તક પર,
તું જુએ છે એ તાજ મારો છે.
એક ગઝલ રૂપે જે વગાડે છે,
સૌને ગમતો એ સાજ મારો છે.
તારી કિંમત છે , જે બજારોમાં,
શ્રમરૂપી એનો વ્યાજ મારો છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply