પાદપૂર્તિ/ગઝલ
મહેક માણસગીરીની છે, હશે કોઈ સુમન જેવું,
મને લાગી રહ્યું છે દોસ્તો, અહિયાં વતન જેવું.
ઘણાં મોટા દરજ્જાના કવિ સમજે છે અમને સૌ,
કવિતા ક્યાં લખી છે ભાઈ, જે લખ્યું કવન જેવું.
નગરમાં રક્ષકોની વાડ જેવી છે ત્યાં પાબંદી,
ઘરોને ભય સતાવે છે ,છતાં ક્યાં છે અમન જેવું.
અમારા દોસ્તો ને દુશ્મનો પણ આ રીતે મળ્યા,
ન ચાહ્યું’તું અને ત્યાં થઇ ગઈ એક અંજુમન જેવું.
હતી જે ‘ચાંદ’ની ઈચ્છા ફળીભૂત થઇ હવે ” સિદ્દીક “,
“મને લાગી રહ્યું છે આજ ધરતી પર ગગન જેવું”.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply