સાવ કાગળ જેમ કૈં કોરો નથી,
માનવી માનવમાં બસ ભળતો નથી.
ટેન્ક છે, કૂવો, નદીને ડેમ છે
ભલભલુ છે આદમી દરિયો નથી.
ચોતરફ અશ્લિલતાની. “વાહ” છે,
કોણ છે “લજ્જા”હું ઓળખતો નથી.
કેમ રૂઠેલા રહો છો આજકાલ,
ખુશખબરનો એક પણ કિસ્સો નથી.
શોધતાં થાકી ગઈ છે જીંદગી,
માણસાઈનો કશે પત્તો નથી.
તન બદન ભેટે છે એ સંજોગ છે,
બેવફા છે દિલથી દિલ મળતો નથી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply