ફકત પાંપણ જવાબ આપે છે,
હાથ ક્યાં હાથ પણ મિલાવે છે?
લાજ કાઢીને ખૂબ નાચે છે,
એક લજ્જા છે,લાજ કાઢે છે.
કામ, વર્તન, વિચારથી અમને,
આ નવી નજરો ખૂબ વાંચે છે.
જ્યાં ચમત્કાર જોઈ લે “સિદ્દીક”,
ભોળપણ ત્યાં શ્રીફળ ચઢાવે છે.
સૌને નફરત પસંદ છે ” સિદ્દીક”,
હું મહોબ્બત છું , કોણ ચાહે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply