ગુનાહોમાં અમારા નામ આવ્યા,
સિયાસતને પછી બહુ કામ આવ્યા.
મહોબ્બત શું જરા સૌંદર્યથી થઇ,
અગમ્ય કંઇ બૂરા અંજામ આવ્યા.
અજાયબ શ્હેર મધ્યે શોહરતોમાં,
ન મળતાં ‘ચેન’તો અમ ગામ આવ્યા.
હ્રદયની ચરવણો ત્યારે પીછાણી,
લખ્યો એક શેર, કંઇ પૈગામ આવ્યા.
પછી ચારે તરફ ઓળખ ઊભી થઇ,
અમે અખબારમાં બદનામ આવ્યા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply