ભીતરે રોજ ઝંખતા રહીએં,
ખામીઓને તપાસતા રહીએં.
દેહને ચકમો શ્વાંસ દઇ જાયે,
કેમ દોલત ઉગાડતા રહીએં?
આ સ્વભાવેથી કોઇ નહિ આવે!,
ઘરને તાળા જ મારતા રહીએં!
વાતના પૂલ બાંધજો , ત્યારે,
“સ્વ”ને પહેલાં વિકાસતા રહીએં.
દોસ્ત,ગઝલોની જેમ વ્યક્તિત્વ,
દુશ્મનોથી મઠારતા રહીએં.
મોકલી દે ખુદા, વષંતોને,
ક્યાં સુધી લાશ બાળતા રહીએં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply