પૂછ્યા વગર શું દ્વારને ખોલી શકાય છે?
બીજાના ઘરને આપણું માંણી શકાય છે?
એવી રીતેય પ્રેમને સમજી શકાય છે,
સપ્રેમ મળતા હાથને દાબી શકાય છે.
એવા રઈશ લોકથી શીખવા મળ્યું મને,
માં બાપ કરતાં શ્વાનને ચાહી શકાય છે.
પગ મારગે જવાય ના એવા અનેક પથ,
બુદ્ધિ વડે જ ધારો ત્યાં પ્હોંચી શકાય છે.
પોપટ બનાવ્વા જ, વિચારોના પંખને,
કિર્તી, સવાલ, રૂપને ગોખી શકાય છે.
ભીક્ષામાં હોય વાટકો કાફી નથી હવે,
ઘરમાં જ ઑનલાઈને માંગી શકાય છે.
બોલીને જૂઠ , શબ્દપ્રયોગોને વાપરી,
માણસને ખૂબ સારો બતાવી શકાય છે.
“સિદ્દીક” શું ચોરી,ધાડની ટ્રેનિંગ અપાય છે?
દોલતની જેમ ગઝલો પણ ચોરી શકાય છે !
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply