કદી ભૂલા પડો યજમાન ખાતર,
પ્રણયનો લાભ લો ભગવાન ખાતર.
મહોબ્બતની શમા ને શાન ખાતર,
અમે આવ્યા તમારા માન ખાતર.
ભલે લાઈટમાં આવો ગઝલથી,
ઉતાવળ ના કરો દીવાન ખાતર.
તમે ખાલી જ હાથે તો જવાના,
અને જંગો લડો સામાન ખાતર!
અમે ભેગા કર્યા સર્ટીફીકેટો,
જરા ભૂખ્યા હતા સન્માન ખાતર.
ઘણી નફરત ફુલેફાલે છે અહીંયા,
ડરે છે આઈના અપમાન ખાતર.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply