માસ્ક વિના આ શહેરમાં રોકાઈને,
આદમી તૌબા કરે દંડાઇને,
ખેંચવા નજરોને જાહેરાતમાં,
તુ જ લોભાવે બધે દેખાઈને.
આ જગા એવી છે મારા શહેરમાં,
જ્યાં મળે છે આદમી ખોવાઈને.
તે પછી એને હું સમજાઈ ગયો,
એના હાથોમાં ઘણો વંચાઇને.
કોઇ મોઘમ ખાઇ મરતા જાય છે,
કોઇ જીવી જાય છે ગમ ખાઇને.
દોસ્ત, એ સોદો કરી જીતી ગયા,
દિલ અમે હારી ગયા વ્હેંચાઈને.
એક “કવિતાપાઠમાં” પકડાઈ ગઇ,
“ફેસબુક” પર એક ગઝલ ચોરાઈને.
એ રીતે હું શહેરમાં બદનામ છું,
લાગણીવશ પાંચમાં પૂછાઈને.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply