એક બે…
એક બે દિનમાં જ કાગળ આવશે,
Sher કરવાની ઉતાવળ આવશે.
જેની પાછળ જાત રોપી છે અમે,
હાથના કર્યા જ આગળ આવશે.
તો ધરા પર પ્રેમના ફોરા થશે,
આભની આંખોમાં કાજળ આવશે.
દર્દનું મોતી કથા કહી આપશે,
પુષ્પની પલકોમાં ઝાંકળ આવશે.
સૂર્ય છે ત્યાં લગ અમારો મિત્ર એ,
ત્યાં સુધી પડછાયો પાછળ આવશે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply