મોન કરતાં તો બોલવું સારૂં,
ઊંઘવાથી તો જાગવું સારૂં.
“જ્ઞાન” ઈન્સાન ના બનાવી શકે,
મુખ એ “શાળા”થી મોડવું સારૂં.
ચોર મિત્રો જરા અસર પકડો,
ચોરી કરવાથી માંગવું સારૂં.
સત્યવાદી થવામાં છે જોખમ,
જૂઠ કરતાં બગાડવું સારૂં.
જો સમાધાન શક્ય હો “સિદ્દીક”,
જીતવા કરતાં હારવું સારૂં .
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply