આંખોમાં સન્માન થયું છે,
ખતરાથી સંધાન થયું છે.
નામ સુણી મુજ આ વસ્તીમાં,
દુશ્મનનું અવસાન થયું છે.
એમ જમાનો બદલાયો છે,
વાહ કહ્યું અપમાન થયું છે.
ક્યાં કેવું વર્તન કરવાનું,
થપ્પડ ખાતાં ભાન થયું છે.
બે કાંઠાએ પ્રેમ જ કર્યો,
ત્યાં તો જો તોફાન થયું છે.
ઈશ્કમાં મતલબના ભળવાથી,
ગંગાને નુકસાન થયું છે.
માણસ આવે એ પહેલાં તો,
એના ગુણનું જ્ઞાન થયું છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply