સ્વપ્નમાંથી કલમમાં આવ્યા કર,
ખૂબ સુંદર ગઝલ લખાવ્યા કર.
પ્રેમ શું છે મને બતાવ્યા કર,
હાથની સાથે દિલ મિલાવ્યા કર.
“કોરોના” કે’છે હું શરાબી છું,
વેક્સસિનો જેટલી લગાવ્યા કર.
ફૂલ કરમાતાં કોઇ નહિં પૂછે,
આજ કપડાં ભલે ઉતાર્યા કર.
હું ઈશારાથી ખૂબ વાંચી લૈ’શ,
દૂરથી હાથ પણ હલાવ્યા કર.
યાદ તાજી સવાર થઇ આવીશ,
ત્યાગ,અજમાવ ને ભૂલાવ્યા કર.
માણસાઈથી ઘર તો શોભે છે,
તું ભલે શહેરને સજાવ્યા કર.
રંગ નહિ, રૂપ ફક્ત બદલાશે,
દૂધમાં પૌરા રોજ શોધ્યા કર.
અમ વફાદાર થઇ ને ચાહીશું,
તું ગઝલ જેટલી બગાડ્યા કર.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply