મનમાં ને મનમાં કલ્પના થઈ ગઈ પછી.
આબોહવા યે ખુશનુમા થઈ ગઈ પછી.
અધિકાર અંગે ના વિચાર્યું સ્હેજ પણ,
સહેલાઈથી ફરજો અદા થઈ ગઈ પછી.
એકાંતમાં કે ભીડમાં જઈ શું કરું?
ખુદને મળું એવી જગા થઈ ગઈ પછી.
બીજા દિલાસાની જરૂરત ના રહી,
કાગળ ઉપર અંકિત વ્યથા થઈ ગઈ પછી.
સંગાથનાં પ્રશ્નો ઉકેલાઈ ગયા,
આ શબ્દ સાથે મિત્રતા થઈ ગઈ પછી.
વાતો, વિચારોને ફૂટે છે કૂંપળો,
તાજી હવાની આવ-જા થઈ ગઈ પછી.
ઝળહળ હતા એ આયના પણ ગૌણ થ્યા,
મારાથી મારી સરભરા થઈ ગઈ પછી.
– લક્ષ્મી ડોબરિયા.
Leave a Reply