હું કહું છું મારો-મારો.
મારો ક્યાં છે ધબકારો?
સાંજ પડી છે પરવારો.
મ્યાન કરી દયો તલવારો.
ચાલે એનો થઈ જાશે,
મારગ ક્યાં છે નોંધારો?
વાત કરી મેં મારાથી,
ગાયબ થઈ ગ્યો મૂંઝારો.
હક્ક દાવા છે બીજું શું?
સ્થાન સરકતો છે પારો.
ફૂંકી ફૂંકી ઠારી દયો,
‘હું હું’નો આ અંગારો.
ક્યાંક વળાંકો, પથ્થર ક્યાંક,
ઝરણાંના છે શણગારો.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply