લોક હારીને જંગ જીતે છે,
જાત ભાંગીને કેવું, જીવે છે.
સૌથી પ્હેલાં મળે તો નામ નહિં,
ક્યાંના વતની છો ગામ પૂછે છે.
મોઢું ખોલે તો માફ છે એને,
કોઇ બોલે તો તુર્ત ઊગે છે.
કામ લે છે દિવસને ઉંઘવામાં,
આદતો આખી રાત જાગે છે.
સ્લેટને બદલે, યંત્ર પર બાળક,
એકડે એક રોજ ઘુંટે છે.
આ મહોબ્બતની એક ભાષા છે,
લાગણી જીંદગીને સીવે છે.
બંધ મોઢા ને દૂરતાનો સમય,
લાગણીશૂન્ય પ્રેમ ઈચ્છે છે.
આજ એ પણ નથી ખબર ‘સિદ્દીક’,
રાહબર અમને લઈને ડૂબે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply